1 Feb 2012
કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાના ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે.
દુનિયામાં વિવિધ જાતિનીં કેરી થાય છે.

કેરીનાં ગુણધર્મો

કેરીના રસમાં જો મીઠું અને સૂંઠ પાઉડર ઉમેરીને ખાવામાં આવે તો તે પાચ્ય બની જાય છે.કેરીના રસના સૂકવેલા પાપડ તરસ- ઉલટી મટાડનાર, વાતહરનાર, પિત્તહર, રોચક અને હલકાં છે.વધુ પડતી કેરી ખવાય તો કેરીની ગરમી મોંઢા ઉપર ફૂટે છે.કેરી ચૂસીને ખાવાથી તે રૂચિકર લાગે જ છે અને સાથે સાથે તે બળવર્ધક છે અને વીર્ય વધારનાર છે.
કેરીનાં ગોટલાનાં ગર્ભ કાઢીને એટલે કે ગોટલી કાઢીને તેની ચીરીઓ કરી તેમાં મીઠું અને લીંબુનો રસ લગાડી સૂકવી તેને મુખવાસ તરીકે ઊપયોગ કરવામાં આવે છે. આ ગોટલી તુરી હોય છે. ઊલટી અને અતિસાર મટાડે છે. હૃદયમાં થતી બળતરા દૂર કરે છે. આ ગોટલીનાં પાઉડરમાં આમળાનો ભૂક્કો, કાંટાળા માયુનો ભૂક્કો તથા વાટેલા લવિંગ નાખવાથી ઉત્તમ પ્રકારનું દંતમંજન થશે. કાચી કેરીને સૂકવીને આંબોળિયા અને સૂકવેલાં આંબોળિયામાંથી આમચૂર પાઉડર બનાવવામાં આવે છે જેનો ઊપયોગ ખટાશ માટે થાય છે.
કેરીમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ હોવાથી વજન વધવાનો ભય ખરો પણ જેને વજન વધારવું હોય તે પાકી કેરીનું સેવન કરે. કેરીમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી એનેમિક વ્યક્તિ કેરીનું સેવન જરૂરથી કરે. કહેવાય છે કે તેને વિટામિન ઈનું પ્રમાણ હોવાથી હૉર્મન સીસ્ટમને અસરકારક બનાવે છે. બેક્ટેરિયલ ઈંફેક્શન, કબજિયાત, ડાયરિયા, આંખોની સમસ્યા, વાળ ખરવા, હૃદય રોગનો હુમલો, લીવરની સમસ્યા, મેંસ્ચુઅલ ડિસઑર્ડર, મૉર્નિંગ સિકનેસ, પાઈલ્સ, અળાઈ વગેરેમાં પાકી કેરી રાહત આપે છે


આંબો ઉત્તમ ઔષધ વૃક્ષ છે. (આંબાની અંતર છાલઉમરાના મુળની છાલ અને વડની વડવાઈનો રસ કાઢી તેમાં જીરું અને ખડી સાકર મેળવીને લેવાથીશરીરની સર્વ પ્રકારની ગરમી મટે છે. (આંબાની ગોટલી દહીંમાં વાટીને પીવાથી કાચા ઝાડા અથવા આમાતીસાર મટે છે. (કેરીની ગોટલી છાશઅથવા ચોખાના ધોવરામણમાં આપવાથી રક્તાતીસાર મટે છે. (કેરીની ગોટલીનું ચુર્ણ મધ સાથે આપવાથી દુઝતા હરસ શાંત થાય છે. (કેરીનીગોટલીના ચુર્ણને પાણીમાં કાલવી તેને શરીરે ચોળીને સ્નાન કરવાથી અળાઈ મટે છે. (પાકી કેરીનો રસ મધ મેળવીને ખાવાથી કફના રોગો તથાબરોળના રોગો મટે છે.

Unordered List

Sample Text

My Blog List

  • 11 Monday - February 2013 Week 07 Day 042-323 Date 11-02-2013 જો તમે કોઈ સારું કામ કરશો તો એના ફળ તમને ક્યારે મળશે ? I want to know God’s thoughts…. The rest ar...
    1 year ago
Powered by Blogger.

Total Pageviews

Google+ Followers

Follow by Email

Google+ Badge

Social Icons

twitterfacebookgoogle pluslinkedinrss feedemail

Sign In

Followers

Share It

Popular Posts

Recent Posts

Text Widget